- યદુવંશી - આ જાતિ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત્, ઉત્તર પ્રદેશ અને ચ્ પ્રમુખ રીતે જોવા મળે છે.
- નંદવંશી - આ જાતિ પશ્ચિમ ઉત્તર પ્રદેશ(ઈટા) બુલંદશહેર, આગ્રા, મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર,ગુજરાત અને મથુરા ના ક્ષેત્રોમાં પ્રમુખ છે.
- ગ્વાલબંશી (વંશી) - આ ગોવાળો છે (જે યાદવ રાજ શ્રી કૃષ્ણ સાથે રમતાં). અને ત્રણે જાતિમાં તેમને નીચલા સ્તરે મનાય છે. તેઓ બિહાર,થી બંગાળ સુધી ફેલાયેલા છે. ઘણા દાયકાથે તેઓ ભૂમિહરો સાથે પોતાના ખેડવાના હક્ક સંબંધે લડી રહ્યાં છે.
[ફેરફાર કરો]સાઈથીયન મૂળ (Scythian origin)
આહીરોનું ઉદગમ વિવાદાસ્પદ રહ્યું છે. વિવિધ વિદ્વાનો વિવિધ મતો પ્રદર્શિત કરે છે. અમુક ઈતિહાસકારો માને છે કે તેઓ મધ્ય એશિયના શક્તિશાળી ગોપાલક વણઝારા હતાં[૬] જેઓ શકો અને યુઝીનીની સાથે જ લગભગ પહેલી કે બીજી સદીની આસપાસ પંજાબના માર્ગે ભારતમાં આવ્યાં. ત્યાર બાદના સમયમાં તેઓ ધીમે ધીમે મધ્ય અને પૂર્વ ભારતમાં ફેલાયા. એક અન્ય મત પ્રમાણે તેઓ ઈસવીસન કાળની શરૂઆતમાં આર્ય પ્રજાતિનાં આક્રમણથી પણ પહેલાં, સિરિયા કે એશિયા માઈનરથી આવ્યાં હતાં. સૌથી પ્રાચીન સાઈથીયન જેમણે ભારમાં પ્રવેશ કર્યો તે આ જાતિના હતાં.
ઈતિહાસકારો "જાટ" ને "ગેતી(Gatae)", "આહીર" ને "અવાર(Avar)" (યુરેશિયન અવાર), "શક" ને "સાઈથીલ", "ગુજ્જર અને ખત્રી" ને "ખઝાર", "ઠાકુર અને ટરખન (પંજાબ)" ને "ટુખારીયન", "સૌરાષ્ટ્ર" ને "સૌરા માટી" કે "સર્માટીયન્સ", "સીસોદીયા" (એક રાજપૂત જાતિ)ને "સેસાનીયન"[૮][૯][૧૦][૧૧] પરથી ઉતરી આવેલા માને છે.
[ફેરફાર કરો]ચંદ્રવંશી/યદુવંશી ક્ષત્રિયો
ટોડ અને કે.સી. યાદવ જેવા ઈતિહાસકારો દાવો કરે છે કે આહીર પુરુરવાના ચંદ્રવંશી ક્ષત્રિય કુળના યાદવોના વંશજો છે. તેઓ માને છે કે તેમનો પ્રચીન વસવાટ સતલજ અને યમુના નદીની વચ્ચેનો પ્રદેશ હતો જ્યાંથી તેઓ હિજરત કરી પૂર્વ દિશામાં મથુરાથી આગળ અને દક્ષિણ દિશામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ગયાં. હરિયાણા રાજ્યનું નામ પણ અભિરાયણ (આ પ્રદેશનાં મૂળ વાસીઓ) પરથી ઉતરી આવ્યું હોય તેમ માનવામાં આવે છે. અભિરાયણ શબ્દનું મૂળ 'અભિર' એટલે કે નિડર શબ્દમાં રહ્યું હોય તેમ પણ શક્ય છે.
તેજ પ્રમાણે, ગુજરાત્મામ્ મળી આવેલા શિલા લેખ અનુસાર મધ્ય ભારતના ઉચ્ચપ્રદેશનો ભિલ્સા (વિદીશા)અને ઝાંસી વચ્ચેનું ક્ષેત્ર આહીરવાડના નામે ઓળખાતું હતું. હિંદુ લેખકોના મતાનુસાર આહીરોને વાયવ્ય દિશાના રહેવાસી જણાવ્યાં છે. જોકે આ વાત લેખક ના ભૌગોલિક સ્થાન પર આધારીત છે આથી આ માહિતી કોઈ આધાર ભૂઓત સ્ત્રોત નથી.[૧૨][૧૩][૧૪][૧૫]
મહા ભારતના સભા પર્વ અને ભીષ્મ પર્વ ખંડમાં અભીરા નામના એક રાજ્યનું નામ આવે છે જે પ્રાચીન સિંધમાં સરસ્વતી નદીને કિનારે વસેલ હતું. પ્રાચીન લીપીઓમાં શુરા અને અભેરાઓને સંયુક્ત રીતે શુરભીરા કહેવાતા. પાછળથેએ તે બે શબ્દો નો અલગ અર્થ ન રહ્યો. ઘણાં વિદ્વાનો ભારતના અભીરા અને સુરભીર શબ્દોનો બાયબીકલ સંદર્ભના ઓપ્ફીર અને સોપ્ફીર લોકો સાથે સંબંધીત માને છે